જીવનવિદ્યા ફિલસૂફીનો સાર એ સાર્વત્રિક પ્રાર્થના છે. તે એક સંક્ષિપ્ત, સુંદર અને ગહન કવિતા છે જેનો ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એવા વાતાવરણનો નિર્માણ કરે છે જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને અંતે સમગ્ર વિશ્વને અસર કરે છે.
સાર્વત્રિક પ્રાર્થના માનવતાના ત્રણ આવશ્યક મૂલ્યો શીખવે છે - એક બીજા પર નિર્ભર રહેવું, એક બીજા સાથે જોડાયેલ રહેવું અને એક બીજા સાથે સંબંધિત રહેવું. તેની સાર્વત્રિકતા કોઈ ચોક્કસ વય, જાતિ, સંપ્રદાય, રંગ અથવા રાષ્ટ્રીયતા પર ધ્યાન કેન્દ્રિત કરવાના અભાવમાંથી ઉદ્ભવે છે. તે માત્ર એક જ વસ્તુને પ્રોત્સાહન આપે છે: માનવતાનું સમગ્ર કલ્યાણ.
દરેક શબ્દ તેના અસ્તિત્વમાં વૈજ્ઞાનિક, તાર્કિક અને વ્યવહારુ છે. એકસાથે સંદર્ભિત કરવામાં આવે તો તે વિશ્વ માટે અનુકૂળ અને લાભદાયી સુખાકારીનો પવિત્ર મંત્ર છે. સાર્વત્રિક પ્રાર્થનાના વિસ્તૃત પરિણામવાળી પ્રકૃતિનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં સુમેળભર્યા પરિણામો માટે હકારાત્મક વિચારોનો ગહન અને ઊંડો પ્રભાવ બનાવવાનો છે.
સાર્વત્રિક પ્રાર્થનાનો સાર:
એક બીજા પર નિર્ભરતા એ આપણા અસ્તિત્વનું મૂળ છે. આપણું જીવન ઘણા લોકોના જીવનના યોગદાનથી ચાલે છે. પ્રાર્થના તમને આ નિર્ભરતાની સ્વતંત્રતાને સમજવામાં મદદ કરે છે, જે તમને તમારી આસપાસની દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ સાથે સંપ બનાવીને રહેવામાં મદદ કરે છે.
માનવતા એકબીજા સાથે જોડાયેલી છે. આપણા વિચારો અને લાગણીઓ હંમેશા આપણી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ દ્વારા એકબીજા સાથે બદલાતી રહે છે. તમે જે વિચારો છો અને અનુભવો છો, તે જ થાય છે. સાર્વત્રિક પ્રાર્થના દ્વારા, આપણે આ પારસ્પરિકતાને હકારાત્મક બનાવી શકીએ છીએ.
અંતે, આપણો એકબીજા સાથેનો સંબંધથી વિવિધ પ્રતિક્રિયાઓ ઉદ્ભવે છે. આનાથી વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વમાં સકારાત્મકતા અને સંપ વહેતુ અને વધતું રહે છે.
સાર્વત્રિક પ્રાર્થનામાં મનુષ્યની તમામ આવશ્યક જરૂરિયાતોનો સમાવેશ થાય છે - ભૌતિક પ્રગતિ (સ્વાસ્થ્ય, સંપત્તિ, સમજણ) થી લઈને આધ્યાત્મિક પ્રગતિ (ઈશ્વરની ભક્તિ) સુધી. તેની વિશિષ્ટ વ્યાપક પ્રકૃતિથી તે સઘન બને છે.
તમે બ્રહ્માંડ પાસે દરેકના સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સંપત્તિ અને સંપ માટે પ્રાર્થના કરી રહ્યા છો; તમે ઈચ્છો છો કે તેઓ તેમના જીવનને આનંદથી જીવે; તમે ઈચ્છો છો કે તેઓ જ્ઞાની બને અને કંઈક મોટું કરે. આ બધું, એક પણ અપવાદ વિના.
સાર્વત્રિક પ્રાર્થનાની દરેક પંક્તિ ' બધા' પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક વ્યક્તિ તરીકે, જ્યારે તમે બધાના ભલા માટે પ્રાર્થના કરો છો, ત્યારે તે તમારા સભાન વિચારને વિસ્તૃત કરે છે. અભ્યાસ દ્વારા જ્યારે આ કુદરતી આદત બની જાય છે, ત્યારે તમે જ્ઞાન પ્રાપ્ત કરશો.
પ્રાર્થના ' મારા પહેલાં તું' એવો અભિગમ કેળવે છે. તે તમારા મન, ભાવના અને શરીરને તમારાથી આગળ વિચારવા માટે, વિશ્વભરના દરેક વ્યક્તિના ભલા માટે એકસાથે લાવે છે. તે તમને વિશ્વ સાથે એક બનાવે છે.
અનાદિ કાળથી, મનુષ્યને તેમની તમામ સમસ્યાઓના ઉકેલ માટે ' ઈશ્વરના નામ' નું ધ્યાન કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે, વિવિધ કારણોસર તે તદ્દન મુશ્કેલ અથવા લગભગ અશક્ય છે. ' સાર્વત્રિક પ્રાર્થના' માત્ર સમસ્યાનું નિરાકરણ જ નહીં પરંતુ પરિણામ પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. તમે જે કહી રહ્યા છો તે તમે માત્ર સમજી શકતા નથી પણ તેની કલ્પના પણ કરી શકો છો. સાર્વત્રિક પ્રાર્થનામાં કોઈ અજાણ અસ્તિત્વ અથવા જટિલ દાર્શનિક મૂલ્યોની વાત કરવામાં નથી આવતી. તે માનવતાની વાત કરે છે, જે તમને સરળતાથી સારા કાર્ય માટે સમર્થન આપે છે.
તમે સાર્વત્રિક પ્રાર્થનામાં ' બધા' ના વર્તુળને ધીમે ધીમે વિસ્તૃત કરી શકો છો જેથી મનુષ્યો ઉપરાંત- પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ જેવી નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થાય. જ્યારે તમે આ રોજિંદા કરવાની આદતમાં પડો છો, બની શકે કે જાદુઈ રીતે, તત્વો પણ તમારી સાથે અનુકૂળ રીતે સંપર્ક કરે છે.
પરંતુ જાદુને બદલે, તે શુદ્ધ વિજ્ઞાન છે. તે ભૌતિકશાસ્ત્રનો સરળ નિયમ છે - દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. જ્યારે તમે દિલથી પ્રાર્થના કરો છો, ત્યારે તમે વાતાવરણમાં સકારાત્મક ભાવનાઓ લઇ આવો છો, જે બદલામાં તમને પાછી મળે છે.
સાર્વત્રિક પ્રાર્થનાની સુંદરતા એ છે કે તે અત્યંત લવચીક છે.
તે કોઈપણ વ્યક્તિ, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ અને કોઈપણ ભાષામાં કહી શકાય છે. તેમાં ધાર્મિક જોડાણના અભાવથી તે બધા દ્વારા સ્વીકારવામાં આવે છે.
જો તમે સતગુરુ દ્વારા અથવા જીવનવિદ્યામાં દીક્ષા ન લીધી હોય તો પણ તમે આ પ્રાર્થના કરી શકો છો.
અસરકારક પરિણામો માટે, સૂતા પહેલા 108 વખત પ્રાર્થના કરો, કારણ કે તે સમયે અર્ધજાગ્રત મન અત્યંત ગ્રહણશીલ હોય છે.
તેવી જ રીતે, જો તે જૂથમાં અને પ્રબુદ્ધ ગુરુની હાજરીમાં કરવામાં આવે, તો ઝડપી પરિણામ મળે છે.
પ્રાર્થનાનું મહત્વ અને સાર સમજો જેથી તમે દિલથી પ્રાર્થના કરી શો. જ્યારે તે દિલથી કરવામાં આવે છે, ત્યારે તે સત્ય અને ઉર્જા પ્રતિબિંબિત કરે છે.
તમે આકર્ષણના નિયમ દ્વારા સકારાત્મક ઊર્જાના બૂમરેંગનો નિર્માણ કરો છો. તમે સારું લણશો, કારણ કે તમે સારું વાવો છો.
તમે દરેક વ્યક્તિ અને તમારી આસપાસની દરેક વસ્તુ માટે કરુણામય અને આભારી બનો છો કારણ કે તમે તેમનું મહત્વ સમજો છો.
શાંતિ અને સહિષ્ણુતાના વલણને પ્રભાવિત કરીને, કૃતજ્ઞતાની એક લહેર, તમારાથી સમગ્ર વિશ્વમાં વહે છે.
સકારાત્મકતા અને સંપ વિચાર, તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે - માનસિક અને શારીરિક બંને રીતે.